ખેતીની જમીનની વહેચણી તેમા હક્ક ધરાવતા કબ્જેદારોના ભાગે કરવામાં આવે છે. અને આવી વહેચણી અંગેની નોંધ જે તે તાલુકાના ઈ – ધરા કેન્દ્ર ખાતે પાડવામાં આવે છે. જમીનની વહેચણી માટે દરેક કબ્જેદારની સંમતિની જરુર હોય છે.
જમીન વહેચણી માટે જરૂરી આધાર પુરાવા.
- અરજીફોર્મ
- ૫૦૦ રૂ નો સ્ટેમ્પ
- વહેચણી અંગેનુ સોગંદનામુ (નોટરીવાળું)
- નમુના નં – ૭, ૧૨, (૮-અ)
- તમામ નોંધ
- કબજેદારોના ઓળખકાર્ડ
- અરજી નાયબ મામલતદાર સાહેબ શ્રી (ઈ-ધરા) ને કરવી.