CAA નું પુરુ નામ : CITIZENSHIP AMENDMENT ACT 2019 ( નાગરિક્તા સંસોધન અધિનિયમ ૨૦૧૯ )
CAA એ સંસદ દ્રારા ૨૦૧૯ માં તૈયાર કરેલો નવિન કાયદો છે. જે નાગરિક્તા અધિનિયમ ૧૯૫૫ હેઠળ તૈયાર કરવામાં આવેલ કાયદો છે. જેમાં, ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ પહેલા પાકિસ્તાન, અફ્ગાનિસ્તાન, અને બંગ્લાદેશથી ભારત માં આવેલા હિંન્દુ, બૌદ્ધ, શિખ, જૈન, પારસી તથા ઈસાઈ ધર્મના લોકોને નાગરિક્તા આપવામાં આવશે. ફક્ત મુસ્લિમ સમુદાયને નાગરિક્તા આપવામાં આવશે નહી. તેનુ કારણ એ છે પાકિસ્તાન, અફ્ગાનિસ્તાન, અને બંગ્લાદેશએ મુસ્લિમ દેશ હોવાને લીધે ત્યાં અન્ય ધર્મોના લોકો સાથે ત્રાસપુર્ણ વર્તન કરવામાં આવે છે.
CAA લોકસભામાં ૧૦ ડિસે.૨૦૧૯ના રોજ તથા રાજ્યસભામાં ૧૧ ડિસે. ૨૦૧૯ ના રોજ પસાર કરવામાં આવ્યુ. તેમજ ૧૨ ડિસે. ૨૦૧૯ના રોજ રાષ્ટ્રપતિશ્રી દ્વારા આ બિલને સ્વિક્રુતિ આપવામાં આવી અને આ બિલ કાયદો બન્યો.
આ અધિનિયમ ૧૦ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ ભારતમાં અમલમાં આવ્યો.