જાત રક્ષણ માટે હથિયાર પરવાનો મેળવવા અંગેની જોગવાઈ શસ્ત્ર અધિનિયમ ૧૯૫૯ ની કલમ ૩, ૧૩, અને ૧૪ માં કરવામાં આવી છે . ભારતનો દરેક નાગરિક આવો પરવાનો મેળવી શકે છે. (જેની ઉમર ૧૮ વર્ષ હોવી જરૂરી છે ) સગીર વ્યક્તિ પરવાનો મેળવી શકતો નથી .
અરજદારની અરજી વિવિધ કચેરીઓના અભિપ્રાય બાદ આપવાની રહેતી હોઈ તેથી તેની નિકાલ ની સમય મર્યાદા ૭૫ દિવસની છે.
૧) અરજી કોને કરવી ?
જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રીને અરજી કરવામાં આવે છે .
૨) ક્યાં આધાર / પુરાવાઓ અરજી સાથે જોડવા.?( * નિશાની વાળા આધાર ફરજીયાત જોડવા )
- અરજદારનું આધાર કાર્ડ
- અરજદારનું એલ.સી./ જન્મ નો દાખલો /સિવિલ સર્જનનો ઉમર અંગેનો દાખલો .
- અરજદારનું લાઈટબીલ / ટેલિફોન બીલ / મતદાર ઓળખકાર્ડ / ડ્રાઈવિંગ લાયસન્સ.
- શારીરિક કે નાણાકીય જોખમ હોય તો તે અંગેનો આધાર
- રેશનકાર્ડની પ્રમાણિત નકલ
- જો અરજદાર સરકારી નોકરી કરતો હોય તો તે ખાતાનું ” ના વાંધા અંગેનું પ્રમાણપત્ર ”
- જો અરજદાર સીનીયર સિટીઝન કે અનામત વર્ગનો હોય તો તે અંગેનું પ્રમાણપત્ર .
૩. અરજી ફોર્મ મામલતદાર કચેરી , તલાટી ક્રમ મંત્રી , તેમજ જનસેવા કેન્દ્ર ખાતેથી વિના મુલ્યે મેળવી
શકાશે. ( ફોર્મ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.)