જાત રક્ષણ માટે હથિયાર પરવાનો  મેળવવા અંગેની જોગવાઈ શસ્ત્ર અધિનિયમ ૧૯૫૯ ની કલમ ૩, ૧૩, અને ૧૪ માં કરવામાં આવી છે . ભારતનો દરેક નાગરિક આવો પરવાનો મેળવી શકે છે. (જેની ઉમર ૧૮ વર્ષ હોવી જરૂરી છે ) સગીર વ્યક્તિ  પરવાનો મેળવી શકતો નથી . 

અરજદારની અરજી વિવિધ કચેરીઓના અભિપ્રાય બાદ આપવાની રહેતી હોઈ તેથી તેની નિકાલ ની સમય મર્યાદા ૭૫ દિવસની છે. 

૧) અરજી કોને કરવી ?

જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રીને અરજી કરવામાં આવે છે . 

૨)  ક્યાં આધાર / પુરાવાઓ અરજી સાથે જોડવા.?( * નિશાની વાળા આધાર ફરજીયાત જોડવા )

  1. અરજદારનું આધાર કાર્ડ 
  2. અરજદારનું એલ.સી./ જન્મ નો દાખલો /સિવિલ સર્જનનો ઉમર અંગેનો દાખલો .
  3. અરજદારનું લાઈટબીલ / ટેલિફોન બીલ / મતદાર ઓળખકાર્ડ / ડ્રાઈવિંગ લાયસન્સ.
  4. શારીરિક કે નાણાકીય જોખમ હોય તો તે અંગેનો આધાર   
  5. રેશનકાર્ડની પ્રમાણિત નકલ 
  6. જો અરજદાર સરકારી નોકરી કરતો  હોય તો તે ખાતાનું ” ના વાંધા અંગેનું પ્રમાણપત્ર ” 
  7. જો અરજદાર સીનીયર સિટીઝન કે અનામત વર્ગનો હોય તો તે અંગેનું પ્રમાણપત્ર .

 ૩. અરજી ફોર્મ  મામલતદાર કચેરી , તલાટી ક્રમ મંત્રી , તેમજ  જનસેવા કેન્દ્ર ખાતેથી વિના મુલ્યે મેળવી
     શકાશે. ( 
ફોર્મ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.)