- ફોજદારી કાર્યરીતી સહિંતા કલમ ૧૭૩ માં ચાર્જશીટનો ઉલ્લેખ કરવામાં આવેલ છે જેને સામાન્ય રીતે પોલીસ રીપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. પોલીસ સ્ટેશનમાં કોઈ પણ ફરિયાદ આવે છે તેનો ગુના રજીસ્ટર નંબર પાડવામાં આવે છે અને ત્યારબાદ આવા ગુનાની તપાસ કેસને સમર્થન આપતા તમામ પુરાવાની સક્ષમ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે છે તેમજ પુરાવાઓ એકઠા કરવામાં આવે છે. અને તપાસને અંતે જે માહિતી, નિવેદનો વિગેરેનો રીપોર્ટ મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરવામાં આવે છે. જેને ચાર્જશીટ કે પોલીસ રીપોર્ટ
તરીકે ઓળખવામાં આવે છે. - પોલીસ દ્વારા આવો રીપોર્ટ જ્યાં સુધી મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ ન થાય ત્યાં સુધી તપાસ મુલતવી રાખેલ ગણાશે તેમજ ન્યાયિક કાર્યવાહી શરુ કરી શકાશે નહી. આમ, આવો રીપોર્ટ સક્ષમ અદાલતમાં રજુ કરવો તે પણ તપાસનો જ એક ભાગ ગણાશે.
- પોલીસ રીપોર્ટમાં નીચેની વિગતો યોગ્ય નમુના મુજબ રજુ કરવામાં આવસે.
- પક્ષકારોના નામ, ઉમર, સરનામાં ( જેમાં ફરિયાદી તેમજ આરોપીઓનો સમાવેશ થાય છે )
- જવાબ તથા નિવેદનો ( ફરિયાદી તેમજ ફરિયાદને સમર્થન કરતા ઇસમોના નિવેદન)
- નિષ્ણાંતોના નિવેદન ( ડોક્ટર, એફ.એસ.એલના પ્રમાણપત્રો)
- પંચનામા ( સ્થળ સ્થિતિ તેમજ હથિયારના પંચનામા)
- FIR – પ્રથમ માહિતી અહેવાલની નકલ
- તપાસ કરનાર અમલદારનું સોગંદનામું
- આરોપીની અટક તેમજ જામીનને લગતી માહિતી દર્શાવતું લીસ્ટ વગેરે ..
- પ્રથમ માહિતી મળ્યા બાદ વધુમાં વધુ ૯૦ દિવસમાં પોલીસ દ્વારા આવો રીપોર્ટ નામદાર કોર્ટમાં રજુ
કરવામાં આવે છે - જયારે ગુનો ઈ.પી.કો કલમ ૩૭૬ એ, ૩૭૬ બી, ૩૭૬ સી, ૩૭૬ ડી, મુજબનો હોય તો ભોગ બનનાર
મહિલાની દાકતરી તપાસનો રીપોર્ટ ફરજીયાત રજુ કરવો જોઈએ.