સામાન્ય રીતે વિવાદ બે પ્રકાર ના હોય છે. (૧) દિવાની વિવાદ અને (૨) ફોજદારી વિવાદ
કયાં પ્રકારના કેસ દિવાની પ્રકારના કહેવાય તે અંગેની જોગવાઈ સી.પી.સી. ૧૯૦૮ ની કલમ ૯ માં કરવામાં આવી છે.
દિવાની કેસમાં એવા વિવાદ નો સમાવેશ કરવામાં આવે છે. જેમાં વ્યક્તિના અધિકાર, નુક્સાન વળતર તેમજ માનહાની વગેરે ગણવી શકાય. પેટન્ટ. કોપીરાઈટ, વગેરેનો સ્પે. દિવાની બાબતો માં સમાવેશ કરવામાં આવે છે. જ્યારે ફોજદારી વિવાદમાં ગુનો તેમજ તે અંગેની સજા કરવામાં આવે છે. ( ફોજદારી કેસ સી.આર.પી.સી. ૧૯૭૩ હેઠળ ચલાવવામાં આવે છે.)
આમ, જે અધિકારી દ્વારા દિવાની બાબતોનો નિર્ણય કરવામાં આવે છે. તેને જજ તરીકે ઓળખવામાં આવે છે. અને ફોજદારી કેસો નો નિર્ણય કરતા અધિકારીને મેજીસ્ટ્રેટ તરીકે ઓળખવામાં આવે છે.
જજ અને મેજીસ્ટ્રેટ બન્ને એક જ વ્યક્તિ છે પરંતુ નિચલી અદાલતમાં તેમને જુદી જુદી સત્તાઓ આપવામાં આવે છે. (નિચલી કોર્ટમાં સિનિયર ડિવિઝન તેમજ જુનિયર ડિવિઝન કોર્ટનો સમાવેશ થાય છે.)
પરતું જિલ્લા સ્તરે આ બન્ને અધિકારી જજ તરીકે જ ઓળખાય છે. જેમાં, દિવાની કેસ જે અધિકારી સમક્ષ ચલાવવામાં આવે છે. તેને સિવિલ જજ. તેમજ ફોજદારી કેસ જે અધિકારી સમક્ષ ચલાવવામાં આવે છે તેને ડિસ્ટ્રિક્ટ જજ તરીકે ઓળખવામાં આવે છે.
આવી જ રીતે હાઈકોર્ટમાં દરેક ન્યાયાધિશને ન્યાયમુર્તિ (justice) તરીકે ઓળખવામાં આવે છે.
મેજીસ્ટ્રેટએ સિવિલ જજને સોપવામાં આવેલ સત્તા છે. હોદ્દો નથી.