જન્મ -મરણ નોંધણી અધિનિયમ – ૧૯૬૯ ગુજરાત રાજયમાં તા.૦૧/૦૪/૧૯૭૦ થી અમલમાં આવેલ છે. આ કાયદાની કલમ ૩૦ અન્વયેના નિયમો તા. ૧૮/૦૪/૧૯૭૩ થી અમલી બનેલા છે. જન્મ -મરણ નોંધણી અધિનિયમ -૧૯૬૯ હેઠળ સમગ્ર દેશમાં જન્મ મરણ અને મૃત જન્મ ની નોંધણી ફરજીયાત કરવામાં આવે છે.
1. જન્મ – મરણની નોંધણી કોણ કરાવી શકે ?
· કુટુંબમાં થયેલ જન્મ અને મરણ કુટુંબની મુખ્ય વ્યકિત અથવા તેના નજીકના સગા.
· કુટુંબ બહાર થયેલ જન્મ અને મરણ સંસ્થાનો તબીબી અધિકારી અથવા તેના દ્વારા અધિકૃત કરેલી વ્યકિત.
· હોસ્પીટલ / પ્રા.આ.કેન્દ્ર / ઘ નર્સિગ હોમ વગેરે જેવી સંસ્થાઓની વ્યક્તિ
· જેલમાં જેલર
· બીડિંગ / લોજીંગ / ધર્મશાળા વિગેરે જેવી સાર્વજનિક સંસ્થાઓમાં સંસ્થાનો મેનેજર
2. નોંઘણી કયા કરાવવી :
· ગ્રામ વિસ્તારમાં – તલાટી કમ મંત્રી
· શહેરી વિસ્તાર માં – મહાનગરપાલીકા વિસ્તાર , આરોગ્ય અધિકારી , મ્યુનીસીપાલીટી વિસ્તાર , મુખ્ય અધિકારી / આરોગ્ય અધિકારી , જંગલ વિસ્તાર – રેન્જર અને ફોરેષ્ટર
3. નોંધણી કયારે કરાવવી :
જન્મ અને મરણ ના બનાવની નિશ્ચિત સમય મર્યાદા બનાવ બન્યાની તારીખ થી ર૧ દિવસ ની અંદર સ્થાનિક જન્મ મરણ રજીસ્ટાર ની કચેરીએ નોંધણી અવશ્ય કરાવવી.
ખાસ સંજોગોમાં મોડેથી આપવામાં આવેલી માહિતી બાબતે વિલંબીત નોંધણી પણ કરાવી શકાય છે.
4. જન્મ-મરણ નોંધણી નિચેના હેતુ માટે પુરાવા રૂપ છે.
૧) શાળામાં દાખલ થવા માટે
૨) મત આપવાનો અધિકાર મેળવવા માટે
૩) નોકરી મેળવવા માટે
૪) સામાજીક સુરક્ષાના લાભો મેળવવા માટે
૫) ડ્રાઈવીંગ લાઈસંસ મેળવવા માટે
૬) પાસપોર્ટ મેળવવા માટે
૭) મિલ્કત તેમજ માલીકી હકક ટ્રાન્સફર કરવા માટે.
૮) વિમા પોલીસી લેવા માટે .
૯) પેન્શન તેમજ વિમાના કેસોની પતાવટ માટે
૧૦) મૃત્યુદય ની જાણકારી મેળવવા માટે
૧૧) અન્ય હેતુ ઓ કે જ્યા ઉંમર મર્યદા નકકી કરેલ હોય..