Skip to main content

રોજ બરોજ આપણે સાંભળતા હોઈએ છીએ કે, કોઈ મંત્રીને Z+ security પૂરી પાડવામાં આવે આવી છે. કોઈને Y+, તો કોઈને SPG.  આવી અનેક પ્રકારની સુરક્ષાઓ ભારતમાં પૂરી પાડવામાં આવે છે.અને આવી સુરક્ષા વિવિધ એજન્સી દ્વારા આપવામાં આવે છે, જેમાં NSGITBPCRPFCISF તેમજ પોલીસ ખાતાનો સમાવેશ થાય છે.  

          સુરક્ષાને લગતા તમામ હુકમ ભારતીય ગૃહ મંત્રાલયના તાબા હેઠળ આવે છે, જેમાં સુરક્ષાને લગતી માહિતી બે ભાગમાં વહેચેલ છે:  (૧)  Blue Book  (૨) Yellow Book 

  •   Blue Book માં રાષ્ટ્રપતિ , ઉપ-રાષ્ટ્રપતિ, તેમજ વડાપ્રધાન ની સુરક્ષાની માહિતી હોય છે , જયારે Yellow Book માં અન્ય વ્યક્તિઓની સુરક્ષાની માહિતી આપવામાં આવેલ છે . 
  • સુરક્ષાના પ્રકાર ( Types of Security)
  1.  SPG ( SPECIAL PROTECTION GROUP ) 

       SPG કેટેગરીની સુરક્ષા ફક્ત પ્રધાન મંત્રીને પૂરી પાડવામાં આવે છે. ૧૯૮૧ સુધી પ્રધાનમંત્રીની સુરક્ષા દિલ્હી પોલીસ તેમજ STF દ્વારા થતી હતી. પરંતુ, ૧૯૮૪ માં તત્કાલીન વાડા પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ  સુરક્ષ મજબુત કરવાના હેતુથી બીરબલ નાથ કમિટીની રચના કરવામાં આવી. અને એપ્રિલ – ૧૯૮૫ માં SPG બનાવવામાં આવેલ.

     આ કેટેગરીમાં કેટલા ઓફિસર દ્વારા સુરક્ષા પુરી પાડવામાં આવશે તે માહિતી ગુપ્ત રાખેલ છે. પરંતુ  સામાન્ય રીતે , આ સુરક્ષામાં SPG અને NSG કમાન્ડોનો સમાવેશ થાય છે .   

2.    Z+ Security   

    Z+ સુરક્ષા કેટેગરી કુલ ૫૫ કર્મચારીઓ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવે છે .  જેમાં  ૧૦ કમાન્ડોનો સમાવેશ કરવામાં આવે છે. હાલમાં આશરે  ૪૦ લોકોને આ કેટેગરીની સુરક્ષા આપવામાં આવે છે. 

Z+  સુરક્ષા માટે કુલ ખર્ચ રૂં ૨૦ લાખ / માસ આવે છે . જેનો ખર્ચ સરકાર શ્રી દ્વારા ચુકવવામાં આવે છે.               

3.   Z  Security   

        Z સુરક્ષા કેટેગરી માં કુલ ૨૨ કર્મચારીઓ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવે છે.  જેમાં ૪  NSG કમાન્ડોનો સમાવેશ કરવામાં આવે છે. સામાન્ય રીતે,  ITBP , CRPF તેમજ દિલ્હી પોલીસ સુરક્ષા પૂરી પાડે છે . 

કુલ ખર્ચ રૂ. ૧૬ લાખ/માસ  આવે છે . 

4.   Y+ Security 

        Y+ સુરક્ષા કેટેગરી માં કુલ ૧૧ કર્મચારી હોય છે જેમાં ૨ NSG કમાન્ડો, ૨ PSO (Personal security officer ) જે હમેશા સાથે રહે છે. અને CRPF જવાનોનો સમાવેશ થાય છે. 

5.  Y Security 

       Y સુરક્ષા કેટેગરી માં કુલ ૮ કર્મચારીઓ પૈકી ૧ કમાન્ડો અને ૨ PSO નો સમાવેશ થાય છે.

6.  X Security 

       X  સુરક્ષા કેટેગરીમાં ૨ થી ૩ પોલીસ કર્મચારી દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવે છે.  

Close Menu

Wow look at this!

This is an optional, highly
customizable off canvas area.

About Salient

The Castle
Unit 345
2500 Castle Dr
Manhattan, NY

T: +216 (0)40 3629 4753
E: [email protected]