ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ ૧૫૪ માં પ્રથમ માહિતી અહેવાલની જોગવાઈ કરવામાં આવેલી છે . જેને સામાન્ય રીતે FIR તરીકે ઓળખીએ છીએ.
આપણી આજુબાજુ કે આપણી સાથે કોઈ ગુનાહિત કૃત્ય થાય યા બનાવ બને તો સૌથી પહેલા બનાવની હકીકત નજીકના પોલીસ સ્ટેશનમાં આપવામાં આવે છે જેને પ્રથમ માહિતી અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે.
પ્રથમ માહિતી અહેવાલ (FIR) માં નીચેની વિગતો યોગ્ય નમૂનામાં રજુ કરવામાં આવે છે.
- બનાવ સ્થળ, સમય, તારીખ.
- ગુનાને લગતી કલમ
- ફરિયાદીનું પુરુનામ, ઉમર, સરનામું.
- આરોપી / તહોમતદાર નામ, ઉમર, સરનામુ.
- ગુનાની જાણ કરવામાં થયેલ વિલંબના કારણો
- ચોરાયેલ વસ્તુ કે મુદ્દામાલની વિગત, તેની કિમત
- કોઈ અવસાન થયેલ હોય તો તે લગત અહેવાલ અથવા અકુદરતી મોત નંબર
- પ્રથમ માહિતી અહેવાલની સંપૂર્ણ વિગત
- પોલીસ દ્વારા લીધેલ પગલા જેમાં તપાસ કરનાર અધિકારીનું નામ, હોદ્દો, નંબર, સહી વગેરે
- ફરીયાદી / બાતમીદારની સહી
- ફરિયાદ નામદાર કોર્ટમાં ક્યારે મોકલવામાં આવેલ તેની તારીખ, સમય.
ભારતમાં બનતા દરેક ગુનાહિત કૃત્યની જાણ નજીકના પોલીસ સ્ટેશનને કરવી તે એક સામાન્ય ફરજ છે. પરંતુ ઘણી વાર સામાન્ય માણસ પ્લીસ સ્ટેશનમાં પોતાની સાથે થયેલ બનાવની ફરિયાદ કરવા નજીકના પોલીસ સ્ટેશન જાય છે ત્યાના પોલીસ અધિકારી આવી ફરિયાદો લેતા નથી અને લોકોને પોલીસ પરથી પોતાનો વિશ્વાસ ઓછો થતો જાય છે.
પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં ના આવે તો શું કરવું ?
જયારે પણ આપણે કોઈ બનાવ અંગેની FIR કરવા જઈએ અને પોલીસ આપણી FIR ના લે અથવા FIR લેવામાં બેદરકારી દાખવે તો ફરિયાદી લેખિતમાં અરજી આપી અને એક નકલ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રીને મોકલી શકે છે.
લેખિત ફરિયાદ આપ્યા ના ૩૦ દિવસ બાદ પ્રથમ વર્ગના મેજીસ્ટ્રેટ લેખિત ફરિયાદ કરી શકે છે. અને ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ ૧૫૬(૩) મુજબ પ્રથમ વર્ગના મેજીસ્ટ્રેટ જે તે પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારી સદરહુ ફરિયાદ લેવા હુકમ કરી શકે છે.