ભારતીય બંધારણ માં કુલ ૧૨ અનુસુચીઓ અસ્તિત્વમાં છે. અને તેમાં વિવિધ જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં રાષ્ટ્રની હદ, રાજ્યના નામ, શપથ, રાજ્યનો વિસ્તાર, પગાર, ભાષાઓ, જાતિઓ, ધર્મ, વગેરે અનેક બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ અનુસૂચિની માહિતી નીચે પ્રમાણે છે.
અનુસૂચી – ૧
૧. રાજ્યોના નામ અને તેમની પ્રાદેશિક હદ.
૨. કેન્દ્રશાસિત પ્રદેશોના નામ અને તેમની હદ.
અનુસૂચી – ૨
પગાર, ભથ્થાં, વિશેષાધિકારો અને તેને સંબંધિત જોગવાઈઓ:
(નીચેના હોદ્દેદારોનો સમાવેશ થાય છે.)
1. ભારતના રાષ્ટ્રપતિ
2. રાજ્યોના રાજ્યપાલો
૩. લોકસભાના અધ્યક્ષ અને ડેપ્યુટી સ્પીકર
૪. રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપ-અધ્યક્ષ
૫. રાજ્યોમાં વિધાનસભાના અધ્યક્ષ અને ડેપ્યુટી સ્પીકર
૬. રાજ્યોમાં વિધાન પરિષદના અધ્યક્ષ અને નાયબ અધ્યક્ષ
૭. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ
૮. ઉચ્ચ અદાલતોના ન્યાયાધીશ
૯. ભારતના નિયંત્રક અને ઓડિટર-જનરલ
અનુસૂચી – ૩ શપથ અથવા પ્રતિજ્ઞાઓ
(આ અનુસૂચિમાં નીચેના હોદ્દેદારોને શપથ લેવાના હોય છે )
૧. કેન્દ્રીય મંત્રીઓ
૨. સંસદની ચૂંટણી માટેના ઉમેદવારો
૩. સંસદ સભ્યો
૪. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ
૫. ભારતના નિયંત્રક અને ઓડિટર-જનરલ
૬. રાજ્યના મુખ્યમંત્રીઓ
૭. રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારો
૯. રાજ્ય વિધાનસભાના સભ્યો
૧૦. વડી અદાલતોના ન્યાયાધીશ
અનુસૂચી – ૪
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રાજ્યસભાની બેઠકોની ફાળવણી.
અનુસૂચી – ૫
અનુસૂચિત જનજાતિના વિસ્તારો, વહીવટ અને નિયંત્રણને લગતી જોગવાઈઓ.
અનુસૂચી – ૬
આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ રાજ્યોમાં આદિજાતિ વિસ્તારોના વહીવટને લગતી જોગવાઈઓ.
અનુસૂચી – ૭
આ અનુસૂચી માં કુલ ત્રણ યાદી અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે. જે નીચે મુજબ છે.
૧. સંધ યાદી ( ૧૦૦ વિષયનો સમાવેશ થયેલ છે.) (મૂળ વિષય ૯૭)
૨. રાજ્ય યાદી ( ૬૧ વિષયોનો સમાવેશ થયેલ છે.) (મુળ વિષય ૬૬)
૩. સંયુક્ત યાદી ( ૫૨ વિષયોનો સમાવેશ થયેલ છે.) (મુળ વિષય ૪૭)
અનુસૂચી – ૮ ભાષાઓ
ભારતીય બંધારણમાં કુલ ૨૨ ભાષાઓને માન્યતા આપવામાં આવી છે. (શરૂઆતમાં ૧૪ ભાષાઓ હતી.) આવી તમામ ભાષાઓ નીચે મુજબ છે.
આસામી, બંગાળી, બોડો, ડોગરી (ડોંગરી), ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મથિલી (મૈથિલી), મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સંથાલી, સિંધી, તમિલ, તેલુગુ અને ઉર્દૂ.
સિંધી (૧૯૬૭ ના ૨૧ મા સુધારા દ્વારા ઉમેરવામાં આવી )
કોંકણી, મણિપુરી અને નેપાળી (૧૯૯૨ ના ૭૧ માં સુધારા દ્વારા ઉમેરવામાં આવી.)
બોડો, ડોંગરી, મૈથિલી અને સંથાલી (૨૦૦૩ ના ૯૨ મા સુધારા દ્વારા ઉમેરવામાં આવી.)
અનુસૂચી – ૯ કાયદા અને નિયમો
આ અનુસૂચી ૧૯૫૧ માં ઉમેરવામાં આવી છે.જેમાં રાજ્ય અને કેન્દ્રના વિવિધ કાયદાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. શરૂઆત માં કુલ ૧૩ કાયદા આ અનુસુચીમાં હતા , જયારે વર્તમાન માં કુલ ૨૮૪ કાયદાનો સમાવેશ કરવામાં આવ્યો છે . મોટાભાગે ભૂમિ સુધારણાના કાયદા આ સૂચિમાં ઉમેરવામાં આવ્યા છે. આ અનુસૂચીમાં વિવિધ કાયદાઓને બંધારણીય સમિક્ષા હેઠળ પસાર કરવામાં આવે છે.
અનુસૂચી – ૧૦ અયોગ્યતા
આ અનુસૂચિમાં સાંસદ તેમજ ધારાસભ્યની ગેર-લાયકાત અંગેની જોગવાઈ કરવામાં આવી છે. આ અનુસુચીને ૧૯૮૫ માં ઉમેરવામાં આવી હતી .
અનુસૂચી – ૧૧ પંચાયત
આ અનુસૂચિમાં પંચાયતોની સત્તાઓ, અધિકાર અને જવાબદારીઓનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ અનુસૂચિમાં ૨૯ બાબતોનો સમાવેશ કરવમાં અવેક છે. આ અનુસુચીને ૧૯૯૨ માં ઉમેરવામાં આવી હતી. (૭૩ મો સુધારો )
અનુસૂચી – ૧૨ નગરપાલિકા
આ અનુસૂચિમાં નગરપાલિકાઓની શક્તિ, અધિકાર અને જવાબદારીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં ૧૮ બાબતોનો સમાવેશ કરેલ છે. આ અનુસૂચી ૧૯૯૨ માં ઉમેરવામાં આવી હતી. ( ૭૪ મો સુધારો )