Skip to main content

વકીલાતનો વ્યવસાય ખૂબ જ આદરણીય વ્યવસાય રહ્યો છે. અને આ વ્યવસાયને આદર અપાવવો એ એક વકીલની જવાબદારી તેમજ પ્રથમ ફરજ છે. 

· મહત્વનો પ્રશ્ન એ છે કે કોઈ સાંસદ કે ધારાસભ્ય વકીલાત કરી શકે ખરી

સૌપ્રથમ આપણે સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલા આ બાબત અંગેના  માર્ગદર્શન જોઈએ.

1. વકાલતનો વ્યવસાય કરનાર વ્યક્તિ એક તાર્કિક વિચારધારાનો હોય છે. અને આ વિચારધારાને આધારે વકીલાતનો વ્યવસાય વિશ્વમાં વખણાય છે.

2. કાયદો બનાવવાની સત્તા સંસદની છે. અને કાયદો ઘડવાની પ્રક્રિયામાં વકીલોનો કોઇ હસ્તક્ષેપ હોતો નથી, પરંતુ સામાન્ય રીતે જોઈએ તો સંસદમાં અને વિધાનસભામાં તથા વિધાન પરિષદમાં અનેક સભ્યો વકીલાતનો વ્યવસાય કરેલ હોય છે, અથવા કાયદાના વિષયમાં સ્નાતક થયેલ હોય છે, અથવા તેઓ આ વ્યવસાય સાથે જોડાયેલા હોય છે.

3. જ્યારે કોઈ પણ કાયદો અસ્તિત્વમાં આવે છે તે કાયદા પર પુનર્વિચારણા કરવામાં કાયદાના નિષ્ણાંતોનો મત લેવામાં આવે છે. જેથી કાયદાની ગુણવત્તામાં વધારો થઇ શકે.

તો શું આપણા સાંસદો તેમજ ધારાસભ્યને વકીલાત કરવાની પરવાનગી છે ખરી ?

(૧) સાંસદ તથા ધારાસભ્ય લોકોના પ્રતિનિધિ છે, અને તેમને સરકારી ફંડ માંથી વેતન મળતું હોય છે. અને તેમનો વધુ પડતો સમય લોકોના કામ કરવામાં અને તેમના પ્રશ્નોના નિરાકરણ લાવવામાં જતો હોય છે.

(૨) એડવોકેટ એક્ટ 1961 એક વકીલ તરીકે તે પૂર્ણ સમય માટે વકીલાતનો વ્યવસાય કરતો રહે તેવી જોગવાઈ કરે છે અને તે અન્ય જગ્યાએથી વેતન મેળવતો હોયતો વકીલાતનો વ્યવસાય ન કરી શકે

શું વકીલાતનો વ્યવસાય પૂર્ણ સમયનો વ્યવસાય છે.

સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે વકીલાત એ પૂર્ણ સમયનો વ્યવસાય છે. જો તમે એક એડવોકેટ છો તો તમને ખ્યાલ છે કે વકીલાતના વ્યવસાયમાં કેસનો અભ્યાસ કરવો, કેસ અંગેની તૈયારીઓ કરવી, જજમેન્ટ શોધવા, તેમજ અસીલ ને મળવું વગેરે કામનો સમાવેશ થાય છે. તેથી એ વાત તો નક્કી છે કે વકીલાત એ પૂર્ણ સમયનો વ્યવસાય છે

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નિયમો

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને વકીલાતના વ્યવસાયને લગતા વિવિધ નિયમો તેના પરના  નિયંત્રણો તેમજ વકીલ બનવા માટેની લાયકાત અને તે અંગેની વિવિધ કાર્યવાહી કરવાની સત્તા છે તેમજ વકીલાતના વ્યવસાયને લગતી વ્યવસાયિક સંહિતા નો પણ સમાવેશ થાય છે

અનુ. ૧૯ ..કોઈ પણ વ્યક્તિ પોતાની ઇચ્છા પ્રમાણેનો વ્યવસાય કરી શકશે. અને આ અનુચ્છેદ સાથે અમુક નિયંત્રણો પણ છે તે પૂર્ણ અધિકાર આપતો નથી.

એડવોકેટ એક્ટ ૧૯૬૧ 

ભાગ ૪ કોઈપણ વ્યક્તિને વકીલ તરીકેની પ્રેક્ટિસ કરવાના સંબંધમાં છે.

કલમ ૪ (૧) (એ) થી (જે)

વિવિધ પરિસ્થિતિઓમાં વકીલાતના વ્યવસાયને લગતા નિયમો ઘડવા તેમજ તેનું નિયંત્રણ અંગેની જોગવાઈ કરવામાં આવી છે અને આવા તમામ અધિકારો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને  છે

કલમ ૧૬ (૩)  અને કલમ ૪૯ (૧) (જી) 

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને વકીલોને વકીલાત સિવાય અન્ય વ્યવસાય કરવા પર પ્રતિબંધ લાદવાની સત્તા છે. તે અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે.

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા નિયમ ૪૯ 

–  કોઈ વ્યક્તિ વકીલાતનો વ્યવસાય કરતો હોય તો તે અન્ય સ્થળે વેતન મેળવી નોકરી કરી શકશે નહિ.

–  કોઈ વકીલ કોઈ વ્યક્તિ, સરકાર, સંસ્થા કે નિગમનો કર્મચારી રહી શકતો નથી

–  આ નિયમ વકીલાતના વ્યવસાય પ્રત્યે વકીલોને સંપૂર્ણ ધ્યાન સમર્પણ સુનિશ્ચિત કરવા તેમ જ પોતાનું સંપૂર્ણ જ્ઞાન આ વ્યવસાયને સોંપવા માટે લાગુ કરવામાં આવ્યો છે. જેથી વકીલ એક અદાલતના અધિકારી તરીકે પોતાની ફરજો યોગ્ય રીતે બજાવી શકે અને ન્યાયિક પ્રક્રિયામાં પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપી શકે.

–  એવો કોઈ પણ વ્યક્તિ વકીલાત કરી શકતો નથી કે જે કોઈ સંસ્થા ફોરમ કે નિગમમાં પગાર મેળવી ને કાયમી નોકરી કરતો હોય.પરંતુ ધારાસભ્ય અને સાંસદ કાયમી વેતન ભોગી વ્યક્તિ ન હોવાથી નિયમ ૪૯ માં તેમનો સમાવેશ થતો નથી.

–  ધારાસભ્ય કે સાંસદ સરકારી કર્મચારી નથી, તેમજ તેઓ કાયમી પગારદ્દારી વ્યક્તિ નથી તેઓ લોકોના પ્રતિનિધિ છે.

–  સાંસદ અને ધારાસભ્ય નું કામ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ સંસદ અને વિધાનસભાના કાયમી સભ્યો હોય છે અને તેમને આ ગૃહોની કાર્યવાહીમાં ભાગ લેવાનો હોય છે. અને પોતાના ક્ષેત્રના લોકો થી મળવાનું હોય છે તેમજ લોકોના પ્રશ્નો નું નિરાકરણ લાવવાનું હોય છે

    આમ, સાંસદ અને ધારાસભ્ય જનતાના સેવક છે અને આ નિયમ તેમને લાગુ પડતો નથી

જેથી સાંસદ અને  ધારાસભ્ય વકીલાત કરી શકે છે. અને લોકોના પ્રતિનિધિ તરીકે તેમની સેવા પણ કરી શકે છે.

Close Menu

Wow look at this!

This is an optional, highly
customizable off canvas area.

About Salient

The Castle
Unit 345
2500 Castle Dr
Manhattan, NY

T: +216 (0)40 3629 4753
E: [email protected]