Skip to main content

આ ટેસ્ટમાં સબંધિત વ્યક્તિને નશીલો પદાર્થ આપવામાં આવે છે. જેમાં વ્યક્તિ અડધી બેહોશ બને છે. ત્યારબાદ તેને પ્રશ્ન પૂછવામાં આવે છે. અને તેના નિવેદનથી પુરાવાઓ મેળવવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા એક કેસમાં નોધવામાં આવ્યું છે કે જે વ્યક્તિ પર આવો ટેસ્ટ કરવાનો હોય તેની પૂર્વ મંજૂરી બાદ જ નાર્કો ટેસ્ટ કરી શકાશે.

શરૂઆત :

નાર્કો ટેસ્ટનું સૌ પ્રથમવાર પરીક્ષણ ૧૯૨૨ માં રોબર્ટ હાઉસ નામના ડોક્ટર દ્વારા બે આરોપી ઉપર કરવામાં આવ્યુ હતુ. જેમાં વ્યક્તિને અડધો બેહોશ કરવામાં આવે છે. અને ત્યારબાદ નિરીક્ષણ કરવામાં આવે છે કે તેના દ્વારા આપવામાં આવેલ નિવેદન સાચું છે કે ખોટું.

નાર્કો ટેસ્ટમાં આપવામાં આવતી દવા :

૧) ઇથેનોલ

૨) સોડિયમ પેન્ટાથોલ

૩) સોડીયમ અમાઈટલ

જેવી, વિવિધ દવાઓ ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે. જેને સામાન્ય ભાષામાં (TRUTH DRUG)  સત્યની ઔષધિ તરીકે ઓળખવામાં આવે છે.

લક્ષણો:

આ દવાથી વ્યક્તિ બેહોશ થઈ જાય છે. અને બેહોશી માં જવાબ આપતો હોય છે. જેમાં પોતાનું મગજ વિચારવાનું બંધ કરી નાખે છે તેમજ કલ્પનાઓ કરવાનું બંધ કરી દે છે. તે વ્યક્તિ સંપૂર્ણ બેહોશ થતો નથી. 

મનોવિજ્ઞાનના મત પ્રમાણે આવી હાલતમાં વ્યક્તિ દ્વારા કરવામાં આવતું કથન સત્ય હોય છે. કારણ કે ખોટું કથન  કરવા માટે મગજની જરૂર પડે છે. પરંતુ આ પરિસ્થિતિમાં વ્યક્તિ વિચાર કરી શકતો નથી કે કલ્પના કરી શકતો નથી. સમાન્ય રીતે તે મગજનો ઉપયગ કરી શકતો નથી.

નાર્કો ટેસ્ટ માટેની શરતો :

ભારતમાં સીબીઆઈ તપાસ વખતે બાર્બીટુરેસ્ટ  નામની દવા આપવામાં આવે છે. આ ટેસ્ટ અંગે કોઈ કાયદો ભારતમાં પ્રવર્તમાન નથી. છતાં પણ કોઈ પણ સરકારી ડિપાર્ટમેન્ટ દ્વારા  હાઇકોર્ટ કે સુપ્રિમ કોર્ટના આદેશ વિના આવો ટેસ્ટ કરી શકાતો નથી. 

નાર્કો ટેસ્ટ કરતા પહેલાં તે વ્યક્તિનું પરીક્ષણ કરવામાં આવે છે કે તે વ્યક્તિ નાર્કો ટેસ્ટ માટે શારીરિક તેમજ માનસિક રીતે સક્ષમ છે કે નથી.

જો વ્યક્તિ શારીરિક કે માનસિક રીતે ટેસ્ટ માટે અક્ષમ હોય તો તેનો ટેસ્ટ કરી શકાતો નથી. બાળક, વૃદ્ધ, તેમજ શારીરિક કે માનસિક અસ્વસ્થ વ્યક્તિ નો ટેસ્ટ કરી શકાતો નથી.

પદ્ધતિ: 

  1. સૌપ્રથમ વ્યક્તિના હાથની આંગળીઓને પોલિગ્રાફ મશીન સાથે જોડવામાં આવે છે જેનાથી વ્યક્તિના લોહીનું દબાણ, શ્વાસની સ્થિતિ, હદયના ધબકારા તેમ જ તેના શરીરમાં થતી તમામ પ્રવૃત્તિઓ નોંધવામાં આવે છે. અને ત્યારબાદ તે વ્યક્તિની ઉંમરના આધારે તેને દવા આપવામાં આવે છે.
  2. ત્યારબાદ તેને પોતાનું નામ-સરનામું, તેનું કામ જેવા વિવિધ સામાન્ય પ્રશ્નો પૂછવામાં આવે છે. જેનાથી તેની શારીરિક તેમજ માનસિક સ્થિતિ જાણવામાં આવે છે
  3. ત્યારબાદ તેને વિવિધ પ્રકારના ખોટા પ્રશ્નો પૂછવામાં આવે છે 

        જેમકે., તમે ગુજરાતના નથી. વગેરે .

        જેનાથી એ બાબત જાણી શકાય છે કે આવા ખોટા સવાલોથી તેના શરીર દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં
       આવે છે. તેની નોધ રાખવામાં આવે છે. અને તેના દ્વારા આપવામાં આવતા સાચા જવાબો વખતની
       શરીરની પ્રતિક્રિયા નોધવામાં આવે છે

4.  ત્યારબાદ વ્યક્તિ પાસેથી હકીકત જાણવા માટે તેને સખત પ્રશ્નો પૂછવામાં આવે છે. જેનાથી તેની
    શારીરિક તેમજ માનસિક પ્રતિક્રિયા જાણી શકાય છે. અને તેના જવાબ સાચા હોય તો તેની પ્રક્રિયા
    સામાન્ય હશે અને તે પ્રમાણે ન હોય તો તેના પરથી જાણી શકાય કે તે અસત્ય બોલી રહ્યો છે.

નાર્કો ટેસ્ટ થી મેળવવામાં આવતી માહિતી સંપૂર્ણ સાચી ન પણ હોઈ. શકે કારણ કે કોઈ વ્યક્તિની શારિરીક સ્થિતી કમજોર હોય અથવા વ્યક્તિની માનસિક સ્થિતિ એટલી પ્રબળ ન હોય તો પણ મશીન દ્વારા વિવિધ ખોટા સંકેતો બતાવતા હોય છે. જેમાં., હૃદયના ધબકારા, શરીરમાં ધ્રુજારી થવી . વગેરે .

ઘણા આરોપી એવા પણ હોય છે જે અડધી બેહોશ અવસ્થામાં પણ જુઠ્ઠું બોલી શકતા હોય છે. કારણ કે તેઓ આ મશીન સાથે પહેલેથી પ્રેક્ટિસ કરેલી હોય છે જેનાથી તેવા આરોપીઓ પાસે થી કોઈ પુરાવો મેળવી શકાતો નથી. 

Close Menu

Wow look at this!

This is an optional, highly
customizable off canvas area.

About Salient

The Castle
Unit 345
2500 Castle Dr
Manhattan, NY

T: +216 (0)40 3629 4753
E: [email protected]