તાજેતરમાં હરિયાણા સરકાર દ્વારા એક બીલ પાસ કરવામાં આવ્યું જેનું નામ “રાઈટ ટુ રિકોલ પંચાયત મેમ્બર બીલ ” છે.
જેમાં પંચાયતનો ચૂંટાયેલ સભ્ય તેની ફરજો યોગ્ય રીતે બજાવવામાં નિષ્ફળ જાય તો તેને જનતા દ્વારા પાછો બોલાવી લેવા અંગેની જોગવાઈ કરવામાં આવી છે.
સાથે હરિયાણા સરકાર દ્વારા પંચાયતોમાં મહિલાઓને ૫૦% અનામત આપવા અંગેની પણ જોગવાઈ કરી છે. તેમજ પછાત લોકોને ૮% અનામતની જોગવાઈ કરી છે.
બીલની મહત્વની બાબતો. :-
– પંચાયતના સભ્યોને તેમના કાર્યકાળ પૂરો થાય તે પહેલા તેમના હોદ્દા પરથી દુર કરી શકાશે.
– આમ કરવા માટે કુલ શાભ્યોના ૫૦% શાભ્યોએ લેખિત રજૂઆત કરવી પડશે. ત્યારબાદ રિકોલની પ્રક્રિયા કરી શકાશે, જેમાં કુલ સભ્યોના ૨/૩ ભાગના સભ્યોના મત હોવા આવશ્યક છે.