Skip to main content
  • પ્રારંભ

ભારતમાં પ્રાચીન સમયથી ગાંજાનું ધુમ્રપાન ચાલતું આવ્યું છે જેનો ઉલ્લેખ અથર્વવેદમાં જોવા મળે છે.  આ અંગે ભારતમાં ૧૯૮૫ સુધી કોઈ કાયદો અસ્તિત્વમાં ન હતો. ભારતીય શણ ડ્રગ્સ આયોગ, ૧૮૯૩ દ્વારા ભારતમાં ગાંજાના વપરાશ  બાબતે એક અધ્યયનમાં જોવા મળ્યું કે, શણનો દવા તરીકે યોગ્ય માત્ર માં ઉપયોગ કરવાથી તે શરીર માટે નુકશાનકારક નથી.  તેમજ  તેની માનવ મન પર કોઈ માંઠો અસર જોવા મળતી નથી. પરંતુ  તેનો વધુ પડતો ઉપયોગ હાનીકારક નીવડી શકે છે.

 ૧૯૬૧ માં યુ.એસ.એ.  દ્વારા વિશ્વના તમામ દેશોમાં માદક પદાર્થોનું વેચાણ બંધ કરવા તેમજ તેનો ઉપયોગ ફક્ત દવા માટે કરવા અંગે એક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. શરૂઆતમાં ભારતમાં તેનો ખુબ જ વિરોધ થયો. બાદ માં  યુ.એસ.એ.નું  દબાણ વધતા ૧૯૮૫ માં ભારતમાં તમામ માદક પદાર્થો પર પ્રતિબંધ મુક્યો. અને સમગ્ર ભારતમાં NDPS એકટ લાગુ કર્યો .

  • સ્વીકાર, અમલીકરણ અને સુધારા .

ભારતમાં દરેક પ્રકારના માદક પદાર્થ તેમજ નશીલા કેમીકલ બનાવવા / ઉત્પાદન, સંગ્રહ, ખરીદી, વેચાણ, હેરાફેરી કરવા વગેરે પર પ્રતિબંધ મુકતો એક ખરડો તા. ૨૩ ઓગસ્ટ, ૧૯૮૫ ના રોજ લોકસભામાં પસાર કર્યો. તા. ૧૬ સપ્ટેમ્બર ૧૯૮૫ ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ દ્વારા આ ખરડાને સ્વીકૃતિ મળી. અને તા. ૧૪ નવેમ્બર ૧૯૮૫ ના રોજ Narcotic Drugs and Psychotropic Substances Act (માદક દ્રવ્યો અને નશીલા પદાર્થો અધિનિયમ, ૧૯૮૫ )  તરીકે તેનો અમલ શરુ થયો. NDPS એક્ટમાં કુલ ૬ પ્રકરણ અને ૮૩ કલમોનો સમાવેશ થાય છે .

  • અમલ 

NDPS એકટનો અમલ સમગ્ર ભારત, ભારતના નાગરિક, તેમજ ભારતમાં નોધાયેલ વાહન, વહાણ અને વિમાનો પરના તમામ વ્યક્તિઓ પર થશે. 

  • સુધારા 

NDPS એક્ટમાં કુલ ૩ વખત સુધારા કરવામાં આવ્યા.( ૧૯૮૮, ૨૦૦૧, અને ૨૦૧૪માં ).

  • સજાની જોગવાઈ 

NDPS એક્ટમાં સજા ને ત્રણ ભાગમાં વિભાન કરેલ છે જે નીચે પ્રમાણે છે. 

  1.  ઓછી માત્રા (નાના જથ્થા) માં હોય ત્યારે – ૧ વર્ષની સખત કેદ અથવા ૧૦,૦૦૦/- (દસ હજાર) દંડ અથવા બંને .
  2. વ્યાપારી જથ્થાથી ઓછી માત્રા પરંતુ નાના જથ્થા થી વધુ હોય માત્રામાં હોય ત્યારે – ૧૦ વર્ષની સખત કેદ અને ૧,૦૦,૦૦૦/- (એક લાખ) દંડ 
  3. વ્યાપારી જથ્થો અથવા તેનાથી વધુ માત્રામાં હોય ત્યારે – ૧૦ વર્ષથી વધુ પરંતુ ૨૦ વર્ષથી ઓછી કેદ અને ૧,૦૦,૦૦૦/- ( એક લાખ) થી વધુ અને ૨,૦૦,૦૦૦/- (બે લાખ) સુધીનો દંડ.   
  •  પ્રતિબંધિત દ્રવ્યો અને જથ્થો 
  • કલમ ૧૫ થી ૪૦ માં વિવિધ ગુનાઓ અને તેની સજાની જોગવાઈ કરેલ છે. 
  • કોષ્ટકમાં, જણાવ્યા મુજબના પદાર્થો  NDPS એકટ હેઠળ પ્રતિબંધિત છે. તેનો સંગ્રહ કરવો, ઉત્પાદન કરવું , હેરાફેરી કરવી વગેરે કાર્યો ગુનાહિત કૃત્ય ગણાશે.( કલમ ૧૫ થી  ૪૦ ).         

Close Menu

Wow look at this!

This is an optional, highly
customizable off canvas area.

About Salient

The Castle
Unit 345
2500 Castle Dr
Manhattan, NY

T: +216 (0)40 3629 4753
E: [email protected]