જ્યારે પોલીસ અધિકારી અન્વેષણ બાદ રીપોર્ટ રજુ કરે અને કેસના સંપૂર્ણ અન્વેષણ બાદ જો પોલીસ અધિકારી ગુનો બનતો નથી તેવો અભિપ્રાય રજુ કરે તો તેવા રીપોર્ટ ને સમરી/આખરી રીપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. સમરી રીપોર્ટના નીચે પ્રમાણે પ્રકાર પડે છે.
(૧) ‘એ’ સમરી – ફરિયાદ માં જણાવ્યા મુજબના પુરાવા તપાસ દરમિયાન મળી આવે પણ આરોપી ન મળી આવે ત્યારે ‘એ’ સમરી ભરવામાં આવે છે. ભવિષ્યમાં જયારે પણ આરોપી મળી આવે ત્યારે કેસ રી–ઓપન કરીને ચાર્જશીટ કરી શકશે.
(૨) ‘બી’ સમરી – ફરિયાદમાં જણાવ્યા મુજબ પુરાવા ના મળી આવે ત્યારે અથવા ખોટી ફરિયાદ હોય ત્યારે ‘બી’ સમરી ભરવામાં આવે છે.
બી સમરી ‘વિથ પ્રોસીક્યુસન’ – જયારે કોઈને હેરાન કરવાના ઈરાદે દ્વેષ પૂર્વક ખોટી ફરિયાદ કરવામાં આવી હોય તો ફરિયાદીને શિક્ષા કરવી તેવો રીપોર્ટ .
(૩) ‘સી’ સમરી – ભૂલથી થયેલી ફરિયાદ માહિતી કે હકીકતની ભૂલના કારણે થયેલ ફરિયાદ હોય તો ‘સી’ સમરી ભરવામાં આવે છે.